
TOPScorer નાં ધો-10નાં આ સ્ટાન્ડર્ડ પૅકમાં ધો-10નો સામાજિક વિજ્ઞાન વિષય સમાવિષ્ટ છે, જે ગુજરાત રાજ્યનાં પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ આધારિત છે. આ પૅકમાં દ્રશ્ય-શ્રાવ્ય વિષયવસ્તુ, પ્રેક્ટિસ ટેસ્ટ, શીખેલ વિષયવસ્તુનું એનાલિટીક્સ તથા પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર વગેરે સમાવિષ્ટ છે જેનો સતત પ્રયોગ કરી શકાય છે. યૂઝર ચર્ચા (ડિસ્કસન ફોરમ)માં ભાગ લઈ પોતાના અનુભવ મુજબ વિષયવસ્તુનું મુલ્યાંકન પણ કરી શકે છે. દરેક પ્રકરણને આકર્ષક દ્રશ્યો અને સુસ્પષ્ટ અવાજ સહિતના 2D/3D એનિમેશન દ્વારા વિગતવાર સમજાવાયું છે. વિષયની યોગ્ય સ્પષ્ટતા માટે દરેક પ્રકરણની સમજૂતીમાં પ્રવૃત્તિઓ, પ્રયોગો, સચોટ ઉદાહરણો અને સમસ્યા નિરાકરણ જેવી બાબતોને પણ સમાવિષ્ટ કરાઈ છે. વિષય નિષ્ણાતો દ્વારા વિષયવસ્તુને સંગત અને સચોટરૂપે પ્રસ્તુત કરવાની વિશેષ કાળજી લેવામાં આવી છે. પ્રેક્ટિસ ટેસ્ટ માટે મહતમ બહુવિકલ્પ પ્રકારનાં પ્રશ્નો (MCQ) તથા વિશેષરૂપે તૈયાર કરેલ અંતિમ પરીક્ષાથી વિદ્યાર્થીઓ સ્વમુલ્યાંકન કરી કસ્ટમાઇઝ્ડ એનાલિટીક્સ મેળવી શકશે. પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરથી સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકાય છે. જેમાં પાઠ્યપુસ્તકનાં સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત વૈકલ્પિક પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને મોટા પ્રશ્નો સમાવિષ્ટ છે. આ એક સંપૂર્ણ પરીક્ષાલક્ષી સંદર્ભ સાધન છે. શિક્ષણ, મુલ્યાંકન, પરીક્ષાલક્ષી વિષયવસ્તુ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત એનાલિટીક્સ વગેરે જેવી વિશેષતા ધરાવતું આ TOPScorer વિદ્યાર્થીઓનું પ્રિય બની રહે છે.